વલસાડ શહેરમાં આમ આદમી પાર્ટીનાં બેનરો ઉપર શાહી લગાવી વિરોધ પ્રદશન કરાયો

વલસાડ
વલસાડ હિન્દૂ સંગઠન અને અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા શહેરમાં લગાવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનરો પર કાળી શાહી લગાવી વિરોધ દર્શાવ્યો હતો.

વલસાડના તિથલ રોડ ઉપર લાગેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ પ્રદેશ ગોપાલ ઇટાલીયાના પોસ્ટરો પર હિન્દૂ સંગઠન અને અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા કાળી ઇન્ક લગાવી વિરોધ કરી આક્રોશ ઠાલવ્યો હતો. હિન્દુ સંગઠન અને અગ્નિવીર ગૌ સેવા દળ ના કાર્યકર્તાના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જો ગાય માતાનું અપમાન કરતા હોય એવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને પ્રજાએ આવા નેતાને સબક શીખવાડવા જોઈએ. આમ આદમી પાર્ટી દ્વારા આવા લોકોને પાર્ટીમાંથી છુટા કરી દેવા જોઈએ એવી માંગ કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના બેનરો ઉપર બ્લેક ઇન્ક ફેંકી વિરોધ દર્શવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં બકુલભાઈ જોશી, હેમંતભાઈ ખેરનાર, દિનેશભાઇ ચૌહાણ, પ્રદીપસિંહ બાપુ, આયુષભાઈ પટેલ ઉપસ્થિત રહી ઇટાલિયા હાઈ હાઈના નારા લગાવી આક્રોશ ઠાલવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!