સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રવાસી મિત્રોને આરોગ્યલક્ષી તાલીમ અપાઇ

ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લાના પ્રવાસે આવતા પ્રવાસીઓને ફરવા લાયક સ્થળોની માહિતી સાથે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય તે માટે, ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ફોર્સના ચુનંદા જવાનોને ‘પોલીસ મિત્ર’ ની ભૂમિકા સોંપવામાં આવી છે.
આ ‘પોલીસ મિત્ર’ એવા સુરક્ષાકર્મીઓને યોગ્ય તાલીમ મળી રહે તે માટે, સાપુતારા વિસ્તારના પ્રવાસી મિત્રોને સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે આરોગ્યલક્ષી તાલીમ આપવામા આવી હતી. જેમા શામગહાન આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા મેડીકલ ફસ્ટ એડ કીટનો ઉપયોગ, તેમજ સી.પી.આર. ની તાલીમ આપવામા આવી હતી.
આ ઉપરાતં સાપુતારાના હોટેલ એસોસિએશન દ્વારા પ્રવાસીઓ સાથે વર્તુણુક અંગેની તાલીમ પણ આપવામા આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!