ખેરગામમાં 75 ગરીબ પરિવારોને અનાજ વિતરણ કરાયું

ખેરગામ,રૂમલા,વાવ અને તોરણવેરા સહિતના ગામના અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનો કોરોના મહામારીના કપરા સમયમાં થોડો આર્થિક સહારો મળી રહે તેવા શુભ આશ્રયથી બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા 75 જેટલા ગરીબ પરિવારોને અનાજ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે માસ્ક અને રોગપ્રતિકારક શક્તિ વધારે એવું આયુર્વેદિક ચૂર્ણ પણ આપવામાં આવ્યું હતું.ટ્રસ્ટના સભ્ય મનોજભાઈ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા લોકોને ઘરે ઘરે જઈને અનાજ આપવાની કામગીરી થઈ હતી,અગાઉ પણ કોરોના કાળમાં ટ્રસ્ટ દ્વારા ખેરગામ તાલુકાના ગરીબોને અનાજ અપાયું હતું.

Share this post

error: Gujarat Alert Content is protected !!