રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દહેરી ખાતે વૃક્ષારોપણ કર્યું: રાજ્યપાલશ્રીએ સફાઈ કરી, સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે વૃક્ષારોપણ કરી, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી, લોકોને પર્યાવરણનું જતન કરવા આહ્વવાન કર્યું હતું. એક એકરમાં દસ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે તંત્ર દ્વારા રાજ્યપાલશ્રીને આશ્વાસન આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગામની દીકરીઓ દ્વારા કરવામાં આવેલ વૃક્ષ જતનના સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષની મહેનત ઓક્સિજનની માત્રામાં વધારો કરશે. પક્ષીઓને ઘર આપશે. છાંયડો આપશે.

રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પડકારો ઉભા થયા છે. જેનું સમાધાન વૃક્ષોનું વાવેતર અને જતન છે. વૃક્ષ દેવતા છે. તેના જતનનું ઈશ્વરીય પવિત્ર કાર્ય આત્માને સંતોષ આપશે.

રાજ્યપાલશ્રીએ ગ્રામવાસીઓને આહવાન કર્યું કે, વડીલોએ જે વૃક્ષો વાવ્યા તેનો આનંદ આપણને મળ્યો, હવે આપણી જવાબદારી બને છે કે આપણી ભાવિ પેઢી માટે વૃક્ષોનું વાવેતર અને જતન કરીએ.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ બાદ ગામમા સફાઈ પણ કરી હતી. સાથે સ્વછતા કર્મચારીઓનું સન્માન પણ કર્યું હતું.
મહારાષ્ટ્રને અડીને આવેલા દેહરી ગામમાં સફાઈ અભિયાન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ કર્યું છે, સ્વરછતા રાખવી એ પુણ્યનું કાર્ય છે. જેમાં આપણે સૌ ભાગીદાર બની, કર્તવ્ય નિભાવીએ. સ્વચ્છતા થકી સૌનું આરોગ્ય પણ સારું રહેશે. તેમણે સ્વચ્છતા માટે જાગૃતિ કેળવવા સૌ ગ્રામવાસીઓને અનુરોધ કર્યો હતો.
વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનમાં રાજ્યપાલશ્રી સાથે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન, કલેકટરશ્રી નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચેપલોત પણ જોડાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!