નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી આઈટીઆઈ ખાતે રૂ. ૪.૨૫ કરોડના ખર્ચે બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત: આપણા યુવાનો તાલીમબદ્ધ થઈ સારી રોજગારી મેળવે એ સરકારનું લક્ષ્ય છે – મંત્રીશ્રી કનુભાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગર વિભાગ અંતર્ગત પારડી આઈટીઆઈ ખાતે રૂ.૪.૨૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ હોસ્ટેલ ૧૦૦ વિદ્યાર્થીઓની કેપેસિટીની બનાવવામાં આવશે.

ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, આ હોસ્ટેલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે. ત્યારે આપણા યુવાનો તાલીમબદ્ધ થઈ સારી રોજગારી મેળવે એ સરકારનું લક્ષ્ય છે. આપણા વિસ્તારના યુવાનોને આઈટીઆઈમાં સારી તાલીમ મળી રહી છે.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ, વાપી તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, વીઆઇએ પ્રમુખ સતીશ પટેલ, ગામના સરપંચો, માર્ગ અને મકાન વિભાગના (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતિન પટેલ સંબંધિત વિભાગના આધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!