ગુજરાત એલર્ટ | વલસાડ
રાજયના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ રૂા. ૧૪.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા વલસાડ જિલ્લા પંચાયત હસ્તકના અધિકારીઓ માટેના સી અને ડી ટાઇપના મકાનોનું લોકાપર્ણ વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

નાણાંમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અધિકારીઓને સુવિધાસભર આવાસોની સવલતો મળી છે. રાજય સરકાર રાજયના અધિકારી-કર્મચારીઓને ફરજના સ્થળે સુવિધા મળી રહે તે માટે આયોજન કરે છે.

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આવાસોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના અધિકારીઓ માટેના વર્ગ- ૧ અને ૨ ના મકાનો હાલમાં છે જે જર્જરિત થતાં ઉપયોગમાં લેવાય તેવા ન હોઇ, રાજય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા આવાસો બનાવવા વહીવટી મંજૂરી મળી હતી. અધિકારી વર્ગ – ૧ માટે ડી ટાઇપના ૩ બ્લોકમાં ૬ યુનિટ મળી કુલ ૧૮ મકાનો અને વર્ગ- ૨ માટે સી ટાઇપના ૪ બ્લોકમાં ૬ યુનિટ મળી કુલ ૨૪ મકાનો તૈયાર કરવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતના અધિકારીઓ વર્ગ – ૧ ના ડી ટાઇપના અને વર્ગ- ૨ માટે સી ટાઇપના મકાનોની વિગતો
ડી ટાઇપના મકાનોઃ- ડ્રોઇગ રૂમ, માસ્ટર બેડરૂમ, ૨ બેડરૂમ, કિચન, વોશ એરિયા અને બાલ્કની
સી ટાઇપના મકાનોઃ ડ્રોઇગ રૂમ, ૨ બેડરૂમ, કિચન, વોશ એરિયા તથા બાલ્કનીનો સમાવેશ થાય છે.
