નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને આદિજતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ખાદી મેળાની મુલાકાત લીધી

ગુજરાત એલર્ટ | વલસાડ
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ તેમજ પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે સ્વદેશી અંતર્ગત આયોજિત ખાદી મેળાની મુલાકાત લીધી હતી. આ ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળામાં ૬૮ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
ઉદઘાટન કાર્યક્રમમાં મંત્રીશ્રી નરેશભાઈ પટેલે કહ્યું હતું કે, નારી સશક્તિકરણને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક રાજ્યોમાં સશક્ત નારી મેળાઓનું આયોજન થાય અને વધુમાં વધુ મહિલા કારીગરો ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વલસાડના દરેક તાલુકાની મહિલાઓ ભાગ લઈ સારું વેચાણ કરી રોજગારી મેળવી રહી છે. ખાદી મેળામાં ખાદીનું સારૂં વેચાણ થઈ રહ્યું છે. સરકારના પ્રયત્નોથી ખાદીની ખરીદી કરનાર અને વેચાણકર્તા બન્નેને લાભ મળી રહ્યો છે.

આત્મનિર્ભર ભારતમાં વોકલ ફોર લોકલને પ્રાધન્ય આપવાથી અવનારી પેઢીને સારી રોજગારી મળશે એની ચોક્કસ ખાતરી છે.
મંત્રીશ્રીઓ અને મહાનુભાવોએ મેળાના દરેક સ્ટોલની મુલાકાત અને નિરીક્ષણ કરી સ્ટોલ ધારકોને ખાદીને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રી સાથે સાથે વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલ, વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, સહિત મહાનુભાવોએ પણ ખાદી મેળાની મુલાકાત લીધી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!