વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરવા કવાયત

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં ખુબ જ ઉપર સુધી પાણી ભરાઈ જતા વીજ પુરવઠાને અસર થઈ હતી. અનેક વીજ થાંભલાઓ પડી ગયા હતા તેમજ ટ્રાન્સફોર્મરોને પણ નુકશાન પહોંચ્યુ હતું. આજ રોજ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં ડીજીવીસીએલ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વિજ પુરવઠો પુન: કાર્યરત કરવામાં માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. વીજ કર્મચારીઓ દ્વારા વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મરોની મરામત તેમજ વીજ પોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત થયો છે તો વધુ નુકશાની ધરાવતા સ્થળોએ કામગીરી સતત પ્રગતિમાં છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!