વિકાસ સપ્તાહ ઉજવણી- વલસાડ જિલ્લો: અંતિમ દિવસે વિકાસ રથ વલસાડના લીલાપોરમાં આવી પહોંચતા ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે સ્વાગત કર્યુ

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનસંપર્ક સાધવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે છેલ્લા દિવસે તા. ૧૫ ઓકટો.ના રોજ વિકાસ રથ વલસાડ તાલુકાના લીલાપોર ગામમાં આવી પહોંચતા વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી આશિષભાઈ ગોહિલ સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરિત કરવામાં આવ્યા હતા.

મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત પણ આ તકે કરવામાં આવ્યું હતું.

તદુપરાંત, ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!