પારનેરા ક્લસ્ટરના સી.આર.સી કો. ઓર્ડીનેટરે દિલ્હીમાં એક મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં કાશ્યપદક મેળવ્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થા નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષ નવી દિલ્હીમાં 2022-23 વર્ષ તા. 15 -12 -2023 થી 17 -12 -2023 દરમિયાન તરણ સ્પર્ધામાં 25 રાજ્યોના 334 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. પારનેરા ક્લસ્ટરના સી.આર.સી કો ઓર્ડીનેટર સોનલ જયેશકુમાર દેસાઈ દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એક મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં સોનલ દેસાઈએ કાસ્ય ચંદ્રક મેળવી વલસાડ જિલ્લાના શિક્ષણ પરિવારનું નામ રોશન કર્યુ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!