વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા બગીચા અને શૌચાલયની સફાઈ હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી હેઠળ “સ્વચ્છતા હી સેવા (SHS)” અભિયાન અંતર્ગત તા. ૧૬ ડિસેમ્બરના રોજ વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાન, લક્ષ્મી ઉદ્યાન, પોલીસ સ્ટેશન બાગની સફાઈ, ધરમપુર નગરપાલિકા દ્વારા પીવાના પાણીના સમ્પની સફાઇ, વલસાડ નગરપાલિકા દ્વારા મદનવાડ વિસ્તારમાં નારણદાસ રોડની બાજુમાં આવેલ કાંસની સફાઈ, વાપી નગરપાલિકા દ્વારા પે એન્ડ યુઝ શૌચાલયની આજુ બાજુની સફાઈ અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા લાઈટ હાઉસ વિસ્તારની સાફ-સફાઇ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!