વલસાડના ચાર્વી રાજપૂત ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત: અગ્રણી ઉદ્યોગસમૂહનું પ્રતિનિધિત્વ કર્યુ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના રહીશ અને વકીલ ચાર્વી રાજપૂતને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે નોર્થ અમેરિકન ઇન્ડિયન્સ, નોલેજ પ્લસ ફાઉન્ડેશન અને એલ. જે. યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા અસ્મિતા એવોર્ડ્સ થી નવાજવામાં આવ્યા છે. સમાજમાં પડદા પાછળ રહીને પ્રેરણાદાયી યોગદાન આપનારને આ એવોર્ડથી નવાજ્યા હતા. જેમાં લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી LLMની પદવી મેળવનાર અને ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે આંતરરાષ્ટ્રિય વ્યાપારિક વિવાદોના નિરાકરણના નિષ્ણાત તેમજ વલસાડના રહીશ એવા એડવોકેટ ચાર્વી રાજપૂતને આંતરરાષ્ટ્રિય કાનુની ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન, ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે મજબૂત કાનુની સેતુ રચવામાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ ભારતિય કાનુની વ્યવસાયને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવા બદલ સન્માનવામાં આવ્યા હતા. તેમને આ સન્માન ગુજરાત રાજ્યના પૂર્વ ઉપમુખ્ય મંત્રી અને સાંસદ નરહરીભાઇ અમીન, ધારાસભ્ય અમિત ઠાકરની ઉપસ્થિતિમાં દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે આપવામાં આવ્યું હતુ.
ચાર્વી લંડન સ્થિત અનેક મિલિયન પાઉન્ડના જટિલ આંતરરાષ્ટ્રીય વિવાદોમાં અગ્રણી ભારતીય તેમજ વૈશ્વિક કોર્પોરેટ કંપનીઓનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે. તેમની નોંધપાત્ર સિદ્ધિઓમાં Hinduja Automotive જેવા અગ્રણી ઉદ્યોગસમૂહનું પ્રતિનિધિત્વ તેમજ Google અને Tata Motors સંબંધિત દિલ્હી હાઇકોર્ટના મહત્ત્વપૂર્ણ કેસોમાં નોંધપાત્ર યોગદાનનો સમાવેશ થાય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!