વાપી ICAI ના ચેરપર્સન તરીકે CA દીપિકા ગુટગુટિયાએ શપથ ગ્રહણ કર્યા

ગુજરાત એલર્ટ | વાપી
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની વાપી શાખા દ્વારા તાજેતરમાં ભારતી બા વિલા એન્ડ રિસોર્ટ, વાપી ખાતે નવનિર્વાચિત ચેરપર્સન CA દીપિકા ગુટગુટિયાનો શપથ ગ્રહણ સમારોહ અત્યંત પ્રતિષ્ઠિત અને પ્રેરણાદાયી માહોલમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રોફેશનના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી નવ નિયુક્ત નેતૃત્વને પ્રોત્સાહિત કર્યું હતું, જેમાં સૌરભ અજમેરા: ચેરમેન, વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC), જય છૈરા: સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર, શ્વેતા જૈન: રિજનલ કાઉન્સિલ મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાપી શાખાના પૂર્વ ચેરપર્સન એવા જીજ્ઞેશ વસાણી, વિમલ દેસાઈ અને હરેન્દ્ર કુમારે પણ ખાસ હાજરી આપી હતી.
સમારોહમાં 75 થી વધુ સભ્યોએ ઉપસ્થિત રહીને નવી ટીમ પર આશીર્વાદ વરસાવ્યા હતા. આ પ્રસંગે વાપી રીજનમાં વ્યાવસાયિક શ્રેષ્ઠતા વધારવા, સભ્યો વચ્ચે જોડાણ મજબૂત કરવા અને વિદ્યાર્થીઓના વિકાસ પર ભાર મૂકતા સામૂહિક વિઝનની ચર્ચા કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!