વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પારડી અને ઉમરગામ રોશનીના શણગારથી દીપી ઉઠયુ

ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે.

જેના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે.

જે અંતર્ગત પારડી અને ઉમરગામ નગરપાલિકા દ્વારા મનમોહક સુશોભન તથા લાઈટીંગ કરી ટાઉનને અનેરો શણગાર કરવામાં આવ્યો છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર પરિસરને લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે.

આજુબાજુના ગ્રામજનો આ સ્થળોની મુલાકાત લઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!