વલસાડના ડુંગરીની ફ્લેર કંપનીમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ નવનિયુક્ત આઈએએસ પ્રસંજિત કૌરની ઉપસ્થિતિમાં યોજ્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
અવસર લોકશાહી અંતર્ગત આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે જે અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ વલસાડ જિલ્લામાં નવનિયુક્ત આઈએએસ પ્રસંજિત કૌરના અધ્યક્ષસ્થાને વલસાડ તાલુકાના ડુંગરી ખાતે સ્થિત ફ્લેર બોલ પેન કંપની ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે પ્રસંજિત કૌર(આઇએએસ), સ્વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવા, ચૂંટણી મામલતદાર તૃપ્તિબેન પટેલ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડો. બિપીનભાઈ પટેલ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ડો.અર્જુન પટેલ, બીઆરસી કો-ઓર્ડીનેટર મિતેશકુમાર પટેલ, ડુંગરી પૂર્વ શાળાના આચાર્ય, સીઆરસી કો-ઓર્ડીનેટરે ઉપસ્થિત રહી કંપનીમાં ફરજ બજાવતી ૧૨૫૦ જેટલી મહિલા મતદારોને મતદાન આપણો અધિકાર છે એ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવી તા. ૭ મે ના રોજ અવશ્ય મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!