ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત સરદાર વલ્લ્ભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં તેમની પ્રેરણાદાયી જીવનગાથા પર આધારીત નાટ્ય પ્રસ્તુતિ “અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ” ની રજુઆત સંસ્કાર કેન્દ્ર ખાતે શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટસ કોલેજના સહયોગથી કરવામાં આવી હતી.

જેમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી, શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.જી.એમ.બુટાણી તથા કોર્ડીનેટર ત્રિલોકકુમાર ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આ નાટક બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમજ જાહેર જનતાએ નિહાળ્યું હતું.
