ગુજરાત એલર્ટ | વલસાડ
મતદારયાદી સઘન સુધારણા હેઠળ રોલ ઓબ્ઝર્વર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, વલસાડ ખાતે વિવિધ રાજકીય પક્ષના સભ્યો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી. જે અંતર્ગત ઓબ્ઝર્વરશ્રીએ રાજકીય પક્ષોને તમામ વિગતોની જાણ હોવા અંગે, ફોર્મ-૬ તેમજ ફોર્મ-૮ ની વિગતો, અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય તો તેનું પંચરોજકામ, ૨૦૦૨ની યાદીમાં જેનું નામ મિસમેચ હોય, પેરેન્ટલ એજ ડિફરન્સ સહિતના મુદ્દે પોતાના સૂચનો આપી અને માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માએ બુથ લેવલ ઓફિસર્સની ટ્રેનિંગ, સ્પેશ્યિલ કેમ્પ, નગરપાલિકા કક્ષાએ અને તલાટી કક્ષાએ વિવિધ કેમ્પ, અલગ-અલગ તબકકાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક, અલગ-અલગ બૂથની મુલાકાત વિશે રોલ ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ જે. સોલંકી એ મતદારયાદી સઘન સુધારણા અંતર્ગત જિલ્લામાં કરવામાં આવતી સ્વીપ એક્ટિવિટી, વિધાનસભા વાઇઝ મતદારયાદી, ટ્રેનિંગ, હેલ્પડેસ્ક, મેપિંગ, નવા બૂથ લેવલ ઓફિસર્સ, બી.એલ.ઓ-બી.એલ.એ. મિટિંગ્સની માહિતી રજૂ કરી હતી. આ બેઠકમાં ૧૭૮-ધરમપુર, ૧૭૯-વલસાડ, ૧૮૦-પારડી, ૧૮૧-કપરાડા અને ૧૮૨-ઉમરગામ વિશે વિગતો રજુ કરાઇ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી આર.સી.પટેલ, વિમલ એચ.પટેલ, નિરવ સી. પટેલ, પુરવઠા અધિકારી દિપક એસ.બારીયા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ (મહેસુલ) એ.વી.ડાંગી સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉકત વિગતો ECI દ્વારા આપવામાં આવતી સુચનાની ફેરફારને આધીન રહેશે. એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
