ખેરગામ તાલુકાના રૂજવણીની પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

ગુજરાત એલર્ટ । ખેલેરગમ
ખેરગામ તાલુકાના રૂજવણી ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગામના મહિલા સરપંચ દીપીકાબેન પટેલ, એસએમસીના અધ્યક્ષ હિતેશભાઈ તેમજ એસએમસીના સભ્યો તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આનંદ મેળામાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વિવિધ વાનગીઓના 23 જેટલા સ્ટોલ લગાવ્યા હતા. નહિ નફો કે નહીં નુકસાન સાથે બાળકોમાં વેપાર કરવાની સૂઝ તેમજ હિસાબી જ્ઞાન વધે અને વિવિધ કૌશલ્યો બાળકોનો વિકાસ થાય તે માટે બાળકોએ આનંદ મેળામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આનંદ મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોના સ્થળ ઉપરથી ખાણીપીણીની ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય પ્રવિણભાઈ પટેલ થતા શિક્ષકોએ તમામ ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post

error: Gujarat Alert Content is protected !!