ધરમપુરના આસુરા બિરસા મુંડા સર્કલ ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ધરમપુરના આસુરા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ અને અન્ય ઉપસ્થિત આગેવાનો દ્વારા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ત્યારબાદ સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરતા ધારાસભ્ય સહિત આગેવાનો, નગરજનો અને મહિલા કાર્યકરો સાથે મળીને રસ્તાઓ અને સર્કલની આસપાસના વિસ્તારમાં સાફ-સફાઈ કરી હતી અને સ્વચ્છતાનો ઉત્તમ સંદેશો આપ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈને શ્રમદાન કર્યું હતું.

આ સફાઈ અભિયાન થકી ભગવાન બિરસા મુંડાને યાદ કરવાની સાથે સાથે શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!