વાપીના છીરીથી મૂળ રાજસ્થાનનો ૨૧ વર્ષીય યુવક ગુમ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરીમાં કંચનનગર, સંતોષભાઈની બિલ્ડિંગમાં બીજા માળે રૂમ નં-૦૨ ખાતે રહેતા (મૂળ રહે.-મકાન નં-૪૦૨, છોટી બ્રહ્મપુરી, ભાટુંદ, તાલુકા-બાલી, જિલ્લા-પાલી, રાજસ્થાન) ૨૧ વર્ષીય ચેતન મોહનલાલ જોશી તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સાંજે ૪-૩૦ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા હતા. જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર ચેતન મજબૂત બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૫ ફૂટ ૬ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે ગ્રીન કલરનું ફૂલ બાંયનુ ટી-શર્ટ અને કાળા કલરનો પાયજામો પહેરેલા હતા. તેઓ ગુજરાતી, હિન્દી, મારવાડી અને અંગ્રેજી ભાષા જાણે છે. જે કોઈને પણ આ વ્યક્તિની ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!