કપરાડા ટાઉનમાં કામઅર્થ3એ ગયેલી ૧૯ વર્ષીય યુવતી ગુમ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મૂળગામના રહેવાસી ૧૯ વર્ષીય શકુંતલાબેન રામુભાઈ ઘટકા તા.૧૫-૧૦-૨૩ના રોજ કપરાડા ટાઉન્માં તેમના કામકાજ અર્થે ગયા હતા અને ત્યાંથી બપોરે ૩-૦0 વાગ્યા બાદ ત્યાંથી કશે જતા રહ્યા હતા.

જે આજ દિન સુધી પરત ફર્યા નથી. ગુમ થનાર શકુંતલાબેન મધ્યમ બાંધો, ઘઉંવર્ણ, ૫ ફૂટ ૨ ઈંચ ઉંચાઈ અને લંબગોળ ચહેરો ધરાવે છે. તેમણે કોફી કલરનો કુર્તો, કાળા કલરનું સલવાર, કેસરી કલરનો દુપટ્ટો અને ચપ્પલ પહેરેલા હતા. તેઓ ગુજરાતી, કુકણી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને આ વ્યક્તિની ભાળ મળે તો કપરાડા પોલીસ મથક ફોન નં. ૦૨૬૩૩૨૨૦૦૩૩ અને એ.એસ.આઈ. મો.નં.૯૭૨૬૨૮૦૮૯૨ ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!