વલસાડની હરિયા, ધરાસણા અને વાંકલ પીએચસી પર તા. ૨૮ ઓક્ટો.એ આંખનો કેમ્પ યોજાશે

ગુજરાત એલર્ટ | વલસાડ
આયુષ્યમાનભવઃ અભિયાન હેઠળ ‘‘મોતિયા અંધત્વમુક્ત ગુજરાત’’ ઝુંબેશ અંતર્ગત હાલમાં રાજ્યમાં મોતિયાના કારણે તેમજ અન્ય આંખના રોગને કારણે અંધ હોય તેવા દર્દીઓનું ચેક-અપ કરવા માટે તા. ૨૮ ઓક્ટોબર ના રોજ વલસાડ તાલુકામાં આવેલા હરિયા, ધરાસણા અને વાંકલ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હરિયા પીએચસી પર ડો. હિરલ ચૌધરી, ધરાસણા પીએચસી પર ડો.રવિ ખલાસી અને વાંકલ પીએચસી પર ડો. દિવ્યા ચૌધરી સેવા આપશે. દર્દીઓને આંખના કેમ્પનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!