વલસાડના તિથલ દરિયાકિનારે મહાકાય ટેન્ક તણાઈ આવી જોવો વિડીયો

વલસાડ
વલસાડના તિથલ દરિયા કિનારે અવારનવાર જહાજમાંથી કિંમતી ચીજવસ્તુઓ તણાઈ આવવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજરોજ તિથલ સાઈબાબા મંદિર નજીક જહાજમાંથી મોટી ટેન્ક તણાઈ આવી હતી. જે મંદિરમાં દર્શનાર્થે આવેલા લોકોએ જોઈ હતી. આ ટેન્ક જહાજમાં કેમિકલ કે ડીઝલ ભરવા માટે ઉપયોગમાં લેવાતી હોવાનું અનુમાન છે. દરિયાઈ ભરતીમાં વિશાળ ટેન્ક તણાઇ આવી હોવાના કારણે કેટલાક લોકો ટેન્ક નજીક સેલ્ફી લેવા પણ પહોંચી ગયા હતા. બીજી તરફ કોઈ શંકાસ્પદ હિલચાલ ના હોય તે તપાસવા વહીવટી તંત્ર ટેન્ક તણાઈ આવવાની ઘટનાથી દોડતું થઇ ગયું હતું.

Video Player

Share this post

error: Gujarat Alert Content is protected !!