નાનાપોંઢામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગુજરાત એલર્ટ | કપરાડા
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે નાનાપોંઢા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માન. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન બિરસા મુંડાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીના જીવનસંઘર્ષ, અદમ્ય સાહસ, દેશપ્રેમ અને જનજાતીય સમાજના અધિકારો તથા ઉત્થાન માટેના તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાજીનું જીવન અને તેમના વિચારો આવનારી પેઢીઓ માટે હંમેશાં પ્રેરણાના પથદર્શક બની રહેશે.
રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી દ્વારા જનજાતીય સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, ગૌરવ અને અસ્મિતાને વંદન કરવાની સાથે ભગવાન બિરસા મુંડાજીના આદર્શોને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!