વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરાથી વર્ચ્યુઅલી વલસાડ જિલ્લાના ન્યુ ઉમરગામ સ્ટેશનથી ન્યુ સફાલે સુધીના ફે્ઇટ કોરિડોરનો માલગાડીને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરાથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે રૂા. ૩૫ હજાર કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણના વિકાસ કામોની ભેટ ધરી હતી. જેના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ મહત્વપૂર્ણ ખંડોનો શુભારંભ કરી દેશના કુલ ૨૮૦૦ કિમીના ફે્ઇટ કોરિડોરનો પ્રોજેકટ દેશને સમર્પિત કર્યો હતો.

આજે વડાપ્રધાનશ્રીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રૂા. ૨૦ હજાર ૭૦૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા ન્યુ સાણંદ(નોર્થ) – ન્યુ મકરપુરા, ન્યુ ઉમરગામ- ન્યુ સફાલે અને ન્યુ સફાલે – ન્યુ જેએનપીટીના ડેડિકેટડ ફ્રેઇટ કોરિડોરના ૩૨૬ કિમી.ના સેકશનન પર માલગાડીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી આ સેકશનોનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના ન્યુ ઉમરગામ સ્ટેશન ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને ડીએફસીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેને આ પ્રસંગે જણાવ્યું કે, દેશના દૂરંદેશી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું જે સ્વપન છે તેમના સપનાને સાકાર કરવામાં આપણે પોતે સહભાગી થઇએ. આજે વડાપ્રધાનશ્રીએ દેશને ફ્રેઇટ કોરિડોરના સેકશનનો શુભારંભ કરી વલસાડ જિલ્લામાં પણ ન્યુ ઉમરગામ સ્ટેશન ખાતેથી ડબલ સ્ટ્રોક માલગાડીને લીલી ઝંડી આપતાં વલસાડ જિલ્લામાં હવેથી માલગાડીનો અલગ ટ્રેક શરૂ થતાં પેસેન્જર ટ્રેનોના આવાગમનમાં સમયની બચત થશે અને સાથોસાથ મોસમ આધારિત ફળ, ફૂલો અને શાકભાજીની સમયસર ડીલીવરી થઇ શકશે.

ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે આ અવસરે જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૨ માં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી દેશના અને વિદેશના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરાવી ગુજરાતના વિકાસની રાહ પકડી જે તેમણે વર્ષ ૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા પછી દેશના દરેક ક્ષેત્રમાં વિકાસની નવી કેડી કંડારી છે. આજે ન્યુ ઉમરગામ સ્ટેશનથી ન્યુ સફાલે સુધીના ફે્ઇટ કોરિડોરનો શુભારંભ કરાવી માલગાડી માટે અલગ ટ્રેક તૈયાર થતા પેસેન્જર ટ્રેનો પણ સમયસર પોતાના ગંતવ્ય સ્ટેશન તરફ પહોંચશે.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડીએફસીસીના એકઝીકયુટીવ ડાયરેકટરશ્રી પી. સી. પાંઙેએ કર્યુ હતુ, જયારે પ્રોજેકટની રૂપરેખા ડીઆરએમશ્રી પંકજસિંઘે આપી હતી. આ પ્રસંગે એડીઆરએમશ્રી યશપાલ કુમાર તથા ડીએફસીસીના સીપીએમશ્રી પવનકુમાર તેમજ ડીએફસીસીનાશ્રી અવધેશ શ્રીવાસ્તવ તેમજ ઉમરગામ તાલુકાના મામલતદાર અને ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ખૂશબૂ જાધવ તેમજ ઉમરગામના નગરજનો હાજર રહ્યા હતા.

ફે્ઇટ કોરિડોરનો શુભારંભથી ઉચ્ચ ક્ષમતા ધરાવતી માલગાડીઓના સંચાલનથી માલવહન વધુ ઝડપી અને સુગમ બનશે
દેશના મુખ્ય બંદરો અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચે સીધી રેલ કનેકિટવિટી વધશે. ઘટાડેલા લોજિસ્ટિક ખર્ચ અને પરિવહન સમય- આયાત – નિકાસ અને લોજિસ્ટિક ખર્ચ ઘટશે. મુખ્ય યાત્રી રેલ નેટવર્ક પર ભીડભાડ ઘટવાથી, પેસેન્જર ટ્રેનોને મળશે નવી ગતિ
સુગમ અને ઝડપી વેપારિક આવાગમનથી પ્રાદેશિક અર્થવ્યવસ્થા અને રોજગારીને બળ મળશે.

પ્રોજેકટ ડીટેઇલ્સ
મુંબઇના જેએનપીટીથી ઉત્તરપ્રદેશના દાદરી સુધીના ૧૫૦૬ કિમી. નો ફ્રેઇટ કોરિડોર અંતર્ગત ૧૫૦૬ કિમી.પૈકી ૧૩૯૭ કિમી. નું કામ પૂર્ણ થયુ છે અને બાકીનું કામ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના આ નવા સેકશનથી વાપી અને સરીગામ તેમજ જિલ્લાના ઔદ્યોગિક એકમોને ફાયદો થશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!