ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને રાહતકાર્યમાં સક્રિય રહેવા આહવાન કર્યુ

ગુજરાત એલર્ટ | સુરત
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સ્થાનિક આગેવાનો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની હાલની સ્થિતિ તેમજ જનજીવન પર પડેલી અસર અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી.
શ્રી વિશ્વકર્માએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરી અંગે પણ સ્થાનિક સ્તરે માહિતી મેળવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ભારે વરસાદની આ વિકટ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સહાય, રાહત અને સેવા કાર્યમાં સક્રિયપણે જોડાયેલા છે અને લોકોને જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ કાર્યકર્તાઓને અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચી તેમને શક્ય તમામ સહયોગ અને મદદ પૂરી પાડવા અપીલ કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!