ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ રોહિત સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા વલસાડ જિલ્લામાં અભ્યાસ કરતા રોહિત સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સમાજના દાતાશ્રીઓની મદદથી ધો. ૧ થી કોલેજ સુધી અને વિવિધ કોર્સમાં અભ્યાસ કરતા ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૮૦૦ જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વલસાડ રોહિત સમાજ શૈક્ષણિક મંડળ વતી શ્રી કલ્પેશકુમાર ગોહિલ (લીલાપોર) દ્વારા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામે ગામ રહેતા રોહિત સમાજના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન કરી સમાજના આગેવાનોએ ડો.બાબાસાહેબ આંબેડકરે કહેલુ વિધાન ” શિક્ષણ એ સિંહણના દૂધ જેવું છે, જે કોઈ પીએ છે, તે ગર્જના કર્યા સિવાય રહેતો નથી ” એ યાદ કરાવી શિક્ષિત બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
