ગુજરાત એલર્ટ | ખેરગામ
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ખેરગામ તાલુકાના વડપાડા ગામની મુલાકાત લઈ ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રી તથા તલાટીશ્રી દ્વારા ગામની સામાન્ય માહિતી, ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે કલેક્ટરશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ગામના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. સાથે જ ગ્રામજનોને જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તેમજ વિકાસલક્ષી કાર્યોને ગતિ મળે તે માટે સંકલનપૂર્વક કામગીરી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો.
વડપાડા ગામની મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
