ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડમાં પત્રકારોને પ્રોત્સાહન આપવા અને મીડિયા ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર પત્રકારોને સન્માનિત કરવા માટે પત્રકાર વેલ્ફેર એસોસિએશન, વલસાડ દ્વારા આગામી 17 મે 2026ના રોજ ભવ્ય “મિડિયા એવોર્ડ સમારંભ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શાંતિવન પાર્ટી પ્લોટ હોલ (એ.સી.), વશિયર, વલસાડ ખાતે સવારે 10:30 કલાકે યોજાશે, જેમાં રાજકીય, વહીવટી અને મીડિયા જગતના અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સમારંભમાં ગુજરાત સરકારના નાણા અને શહેરી વિકાસ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. જ્યારે નવજીવન ન્યૂઝના એડિટર તથા વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રશાંત દયાળ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી સોનલબેન સોલંકી તેમજ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપશે.
પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત આ સમારંભમાં મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર પત્રકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ વલસાડ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિ વિશેષોનું પણ સન્માન કરાશે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહીર તથા પ્રોજેક્ટ ચેરમેન અપર્વ પારેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે એસોસિએશનના ઉપપ્રમુખ પ્રેમ મલાણી અને અક્ષય કદમ, મંત્રી નીલકંઠ દેસાઈ, સહમંત્રી મુકેશ દેસાઈ, ખજાનચી વિજય યાદવ સહિત નિમેશ પટેલ, બ્રિજેશ શાહ, હસીન શેખ, પીકે ઠાકુર, ફિરોઝ સિંધી, ચેતન મહેતા, પલ્લવ શાહ, મેહુલ પટેલ, તરુણ નાયક, આઝાદ રાઠોડ, આઝાદ મિશ્રા, માસૂમ કાઝી, રાજેશ સદારંગાની, નિરવ પિત્રોડા, જય વૈદ્ય સહિત પત્રકાર વેલ્ફેર એસોસિએશન પરિવારના તમામ સભ્યો દ્વારા ભારે મહેનત કરવામાં આવી રહી છે.

આ મિડિયા એવોર્ડ સમારંભને લઈને પત્રકારો અને સામાજિક આગેવાનોમાં પણ ભારે ઉત્સાહ છે. પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા તમામ પત્રકારો, સામાજિક કાર્યકરો અને નાગરિકોને કાર્યક્રમમાં હાજરી આપી સમારંભને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
