ગુજરાત એલર્ટ | વલસાડ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, સંગ્રહાલયની કચેરી દ્વારા સંચાલિત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થિત ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ખાતે તા.૦૭ મે થી તા.૩૧ મે ૨૦૨૬ સુધી સમર કેમ્પ -“એમ્યુઝમેન્ટ ઇન અ મ્યુઝિયમ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારલી ચિત્રકળા, લીંપણ આર્ટ, તંજોર ચિત્રકળા અને પેપર ક્રાફ્ટ શિખવવામાં આવશે. ધો. ૫ થી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ વહેલા તે પહેલાના ધોરણે નિ:શુલ્ક ભાગ લઈ શકશે અને રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી ફોન- ૦૨૬૩૩ ૨૪૨૦૫૫ અથવા મો. ૮૨૩૮૮૦૦૬૯૩ પર સંપર્ક કરી શકાશે.
