વાપી ચલામાં બેંક ઓફ બરોડાની નવી શાખાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત એલર્ટ | વાપી
બેંક ઓફ બરોડાએ ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવતા ચલા, વાપી ખાતે નવી શાખાનું ઉદ્ઘાટન કર્યુ છે. આ નવી શાખા દ્વારા બેંક ગ્રાહક કેન્દ્રિત અને સુલભ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

તા. 29 એપ્રિલ 2026, સવારે 11:00 વાગ્યે વાપી ખાતે શ્રી કૃષ્ણ કુમાર સિંહ, જનરલ મેનેજર અને ઝોનલ હેડ (સુરત ઝોન) ના હસ્તે આ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક પ્રતિષ્ઠિત મહેમાનો, ગ્રાહકો અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.

ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કૃષ્ણ કુમાર સિંહે જણાવ્યું કે બેંકનો મુખ્ય ધ્યેય નાણાકીય સમાવેશ, ડિજિટલ બેંકિંગ અને ગ્રાહક સંતોષ છે. ચલા શાખા વિસ્તારના વ્યક્તિગત, વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકોની વધતી જરૂરિયાતોને પૂર્ણ કરશે.
નવી શાખા આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને તેમાં બચત તથા કરંટ એકાઉન્ટ, રિટેલ અને MSME લોન, ડિજિટલ બેંકિંગ સેવાઓ તેમજ લોકર સુવિધા ઉપલબ્ધ રહેશે.
આ નવી શાખા દ્વારા બેંક ઓફ બરોડા વિસ્તારના ગ્રાહકોને વધુ સુવિધાજનક, ઝડપી અને આધુનિક બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!