નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી તાલુકામાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ: દરેક નાગરિક્ને સરકારી સહાય મળે તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે – મંત્રીશ્રી કનુભાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકાના સરોધી, પલસાણા, પંચલાઈ ખાતે નવા નિર્માણ થનારા પેટા આરોગ્ય કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને મોટા વાઘછીપા ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર તેમજ સુખેશ અને પરવાસાના પેટા આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે મંત્રીશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા વાઘછીપા ખાતેથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત વલસાડ માટે સ્માર્ટ હેલ્થ સિક્યુરિટી પહેલ – સીસીટીવીનું પણ લોકાર્પણ કર્યું હતું.

સરોધી પેટા આરોગ્ય કેન્દ્ર રૂ. ૨૯.૨૩ લાખ, પલસાણા રૂ.૩૦.૪૨ લાખ અને પંચલાઈ પેટા આરોગ્ય કેન્દ્ર રૂ. ૨૯.૨૩ લાખના ખર્ચે નિર્માણ થશે. મોટા વાઘછીપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થયું છે. મંત્રીશ્રીએ લોકાર્પણ કરાયેલ તમામ આરોગ્ય સુવિધાઓની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગોએ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગામોમાં વધુ આરોગ્ય સુવિધાઓ ઊભી થવાથી ગ્રામજનોને ફાયદો થશે. તમામ સુવિધાઓ ગામમાં જ ઉપલબ્ધ થવાથી મુશ્કેલીના સમયે દૂર નહીં જવું પડે. દરેક ગામના સરપંચોએ પણ ગ્રામજનોની સુખાકારી માટે ઘણા કાર્યો કર્યા છે. દરેક નાગરિક સરકારી સુવિધા અને સરકારી યોજનાઓનો લાભ લઈ શકે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમોમાં તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ, વાપી તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, વીઆઇએ પ્રમુખ સતીશ પટેલ, ગામના સરપંચો, માર્ગ અને મકાન વિભાગના (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતિન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરવિંદ સિંઘ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી હરપાલ સિંઘ, આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ સંબંધિત વિભાગના આધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સુખેશ ખાતે રૂ.૬.૮૬ કરોડના ખર્ચે ગર્લ્સ અને સુખલાવ ખાતે રૂ. ૬.૫૮ કરોડના ખર્ચે બોયઝ હોસ્ટેલનું નિર્માણ થશે

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુખેશ ખાતેથી આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત પારડીના સુખેશ ખાતે રૂ.૬.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર ગર્લ્સ હોસ્ટેલ અને સુખલાવ ખાતે રૂ.૬.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ બંને હોસ્ટેલ ૨૦૦ વિદ્યાર્થીઓની કેપેસિટીની બનાવવામાં આવશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા મળતી શિષ્યવૃતિ સહાય વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ મેળવવામાં મદદ કરે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!