વલસાડ
દર વખતે 300 ઉપર પુસ્તકો વાંચવા માટે વાચકો લઇ જતાં હતાં. આ વખતે રેકોર્ડ થયો. આ સાથે એપ્રિલ 2022 થી શરૂ કરેલ આ પરબને અત્યાર સુધીમાં લગભગ 10500થી વધુ પુસ્તકોને વાચકો મળ્યા.
પુસ્તક પરબ વલસાડ 2 જાહેર જગ્યાએ નિયમિત રીતે યોજાઈ છે. સર્કિટ હાઉસની સામે તથા એસ. ટી. વર્કશોપની સામેની તરફ ક્રોમા નજીક, ટ્રેન્ડ્સ પાસે ફૂટપાથ પર એમ બે સ્થળે પુસ્તક પરબ મહિનાના પ્રથમ રવિવારે 7:30 થી 9:30 સમય દરમ્યાન યોજાય છે.
પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ(પ્રોફેસર, મોટાપોંઢા કૉલેજ), શ્રી હાર્દિક પટેલ(એડવોકેટ નોટરી) તથા સમગ્ર ટીમ આયોજિત આ પુસ્તક પરબમાં 60 જેટલાં નવા વાચકોએ મુલાકાત લીધી. કવિતા, ડિસોઝા, જયનાબેન, કૃણાલ પટેલ, દીપિકા શાહ, ઠાકોરભાઈ ચૌધરી, હેમંત બલસારા, રાજેન્દ્ર ચાવલા, અંકિતા પટેલ, આલોક ઘોષ, પિયુષ માલી, ભાવનાબેન ભટ્ટ, અજય દેસાઈ, કૃતિ, ગીતા પટેલ, રોયલ પટેલ, વંદના પટેલ, દીપ કનેરિયા, દિવ્યા શાહ, રેખા મોર, લકી ગુપ્તા, રાજ, સંજય પટેલ, દિલીપભાઈ, મીનલ દેસાઈ, મિહિર દેસાઈ, દેવપાલ ટપારીયા, યોગીરાજ, નરેન્દ્ર પટેલ, જય પટેલ, રમણભાઈ પટેલ, દિલીપકુમાર મિસ્ત્રી, સ્વસ્તિક, પ્રશાંત નાયક, ભૂષણ સાપકલે, હર્ષદભાઈ, ધર્મિષ્ઠા પટેલ, કામિની પટેલ, પ્રકાશ દવે, ભાવના મિસ્ત્રી,પ્રાંજલ પટેલ, રિતેશ પટેલ, અવની દેસાઈ, દર્શના ગોસાઈ, દીવાકર વ્યાસ, પ્રતીક ટંડેલ, શેતલ યાદવ, યશ પટેલ, યશપાલ પાઠક, વિશ્વ પંચાલ, મનસુરી, ચાંદની મહેતા, મનોજ રાયકા લાવણ્યા, વારુડે, રોશની લાડ, અક્ષર દરજી, હર્ષ દવે, અનુરાગ પટેલ, કિરણ પટેલ, હિના પટેલ ઇત્યાદી વાચકો પુસ્તકો વાચવા લઇ ગયા. વાચકોએ પુસ્તક પરબ માટે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે પરબે અમને ફરીથી પુસ્તક તરફ વાળ્યા છે.

આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્યા છે. આ રવિવારે વાચકો 550 પુસ્તકો લઈ ગયા. પુસ્તક પરબની મુલાકાત લગભગ 200થી વધુ લોકોએ લીધી. વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકોએ વહેલી સવારે આ પુસ્તક પરબની મુલાકાત લીધી.
વર્તમાન સમયે લોકો વાંચન તરફ વધુને વધુ ઢળી રહ્યા છે એનો આનંદ તો પરબની મુલાકાત લો તો જોવા મળે. ક્યારેક આ પરબમાં પુસ્તકપ્રેમી વધુ ભેગાં થાય તો પરબ એના સમયથી વધુ સમય સુધી ખુલ્લી રાખવી પડે છે. આજે એવું જ થયું. પરબનો સમય પૂર્ણ થયા પછી પણ વાચકોને પુસ્તકો આપી એમના વાચનરસને પોષવાનું કામ પરબે કર્યું.
ટીમના સભ્યો વાચકોને ગમતાં પુસ્તકો શોધી આપવામાં મંડી પડે. કોઈક પુસ્તકો એક સ્થળે ના હોય તો બીજાં સ્થળેથી મેળવી આપવાના પ્રયત્નોમાં લાગી જાય.
ખાસ નોંધવા લાયક વાત તો આ પણ છે. વલસાડ શહેર અને ગુજરાતભરમાંથી મિત્રો, સ્વજનો, વિદ્વાનો, દાતાઓ તરફથી પરબમાં પુસ્તકો ભેટમાં મળ્યા. પરિણામે પુસ્તક પરબ, વલસાડ વધુ સમૃદ્ધ બની. વાચકો તરફથી વ્યવસ્થાના ભાગરૂપે પુસ્તકો ગોઠવવામાં , સમેટવામાં મદદ મળી રહે છે.
પ્રોજેક્ટ ચેરપર્સન પ્રા. ડૉ. આશા ગોહિલ જણાવે છે કે, રજાના દિવસે સવારે 7.30 વાગ્યે સમયસર પુસ્તક પરબની મુલાકાતે આવી વાચકો પુસ્તક પરબ વલસાડની ટીમને આ કાર્યક્રમ નિયમિત ચલાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.
પ્રતિબદ્ધતાથી અમારી સાથે સ્વયંસેવક તરીકે જોડાઈ પુસ્તક પરબ ટીમનો એક ભાગ બની રહેલાં વડીલો, મિત્રો થકી આ પરબ ચલાવવી સરળ બની રહી છે.
હરહાલમાં દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યાએ પુસ્તક પરબ યોજાશે.
