પ્રેમીએ કહ્યું ‘હું લગ્ન નહિ કરું, મરવું હોઈ તો મરી જા’ અને પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી

વલસાડ
આજકાલ આત્મહત્યાના વધતા કેસો દરમિયાન ફરીવાર દાહોદમાંથી એક ચકચારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં પરણીત પુરૂષનાં પ્રેમમાં રહેલી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકે લગ્નની લાલચ આપીને અનેકવાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને તરછોડી દીધી હતી જેથી યુવતીએ આપઘાત કરી લીધો હતો.યુવતીએ આ આત્યાંતિક પગલું ભરતા પરિવાર પર જાણે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે માહિતી મળતા જ તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવામાં માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.જાણવા મળ્યું છે કે, દાહોદનાં ગોદી રોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય ફાતેમા લીમખેડાવાળા દાહોદનાં પીસપાર્કમાં રહે છે. જે 25 વર્ષીય પરણિત યુવક હુસેન અબ્બાસ શાકીર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમમાં હતી. હુસેને યુવતીને અવાર નવાર લગ્નના વાયદા કર્યા હતા. આ દરમિયાન વહેલી સવારે ફાતેમા તેના પ્રેમીને મળવા માટે ગઇ હતી. લગ્નની વાત કરતા હુસેને લગ્ન કરવાની ના પડી દીધી હતી.યુવકે તેને જણાવ્યું કે, તારે મરવું હોય તો મરી જા, બીજે પરણવું હોય તો પરણી જા.. કહીને જતો રહ્યો હતો. જેના કારણે યુવતીને લાગી આવતા તેણે ઘરે આવીને પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. આ અંગે હાલ તો પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને ધરપકડ માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!