ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત વલસાડ અને વાપી ખાતે એક કરુણા અને એક ફરતું પશુ દવાખાનુ કાર્યરત છે, જેમાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, એક ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનુ કાર્યરત છે. જેમાં બે પશુ ચિકિત્સક ડૉ.ધવલ પટેલ, ડૉ.પ્રતાપ મૂન, પાઇલટ મિત્ર કેવિન ભાઇ, જિજ્ઞેશભાઈ અને EMRI green health service ના પ્રોજેકટ કોર્ડીનેટર નિરવ પ્રજાપતિ ખડે પગે કાર્યરત છે.

ગતરોજ ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષી અને પશુ સહિત અનેક અબોલ જીવોને નવું જીવન મળ્યું હતું. આથી વલસાડ જિલ્લાની જનતાને જણાવવામાં આવે છે કે, હજુ તા. ૧૬ મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલુ રહેશે તો પશુ કે પક્ષીની સારવાર જણાય તો ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર ફોન કરીને અબોલ જીવનો જીવ બચાવવામાં સહયોગ પ્રદાન કરે એવી પશુપાલન અને EMRI GREEN HEALTH SERVICES તરફથી અખબારી યાદીમાં જણાવાયુ છે.
