વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં “GST” વિષય પર ગેસ્ટ લેકચર યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં કોમ્પ્યુટર સેન્ટરના ઉપક્રમે Account Assistant કોર્ષ અંતર્ગત “Building a Successful Career in Taxation” વિષય પર એક માર્ગદર્શક ગેસ્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્યક્રમમાં કોલેજના આશરે ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે GST ના નિષ્ણાત એડવોકેટ શ્રી અલ્પેશભાઈ ઉપાધ્યાયએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી પોતાના વ્યાવસાયિક અનુભવના આધારે GST તથા Taxation વિષયને સરળ અને પ્રાયોગિક ઉદાહરણો દ્વારા અસરકારક રીતે સમજાવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં Taxation ક્ષેત્રમાં કારકિર્દી કેવી રીતે વિકસાવી શકાય, રોજગારીની તકો કેવી રીતે મેળવવી અને પ્રેક્ટિકલ નોલેજ કેટલું મહત્વનું છે તે બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું.
લેકચર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અંતે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, આ લેકચર તેમના ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક સાબિત થયો છે. આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કોમ્પ્યુટર સેન્ટર હેડ હેલીબેન પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ શ્રી વી. આર. ચાંપાનેરીએ આવા વ્યવહારુ અને માર્ગદર્શક કાર્યક્રમોનું મહત્વ જણાવતાં ભવિષ્યમાં પણ આવા લેકચર આયોજિત કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!