ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના કાંગવી ગામમાં આવેલા વિદ્યા નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે આર એસ એસ કાર્યકર મહેશભાઈ પટેલ તથા સતીશભાઈ પટેલના સહકારથી ‘‘સ્વસ્થ ભારત, સ્વસ્થ ગુજરાત તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’’ અભિયાન અંતર્ગત સર્વરોગ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરના પ્રમુખ ચંપકભાઈ પટેલે દિપ પ્રાગટ્ય કર્યું હતું. કેમ્પમાં હોમિયોપેથીક એક પરિચય, મેદસ્વિતા નાબૂદી અભિયાન અંતર્ગત પેમ્ફલેટ અને આઇઇસી મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધરમપુરના સરકારી હોમિયોપેથીક દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉ.કેતન આર વ્યાસ અને સેવક ભાવેશ ભૂસારા એ સેવા આપી હતી. નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.
