ગુજરાત એલર્ટ | વલસાડ
કર્મન્યે ફાઉન્ડેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા વલસાડ તાલુકાના ડુંગરીના રહીશ જાદુગર ધીલાલ( ધીમંત મસરાણી) ને અમદાવાદની હોટલ ફલોરા ખાતે ગુજરાતી ચલચિત્ર ફિલ્મની અભિનેત્રી રાગિણી જાની, ર્ડો. કૃપલ ઠક્કર, ર્ડો. રાજન રઘુવંશી દ્વારા અંધશ્રધ્ધા જનજાગૃત્તિ કલારત્ન એવોર્ડ આપી શાલ ઓઢાડી તેમને સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં જાદુગર ધીલાલે ભગત ભુવા, બાવા, ધુતારા, મહાત્મા મદારી કેવી રીતે છેતરે છે એ વિશે લોકોને નિદર્શન પ્રયોગો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાદુગરો અમન, એમ. રાજા, લાલુ સુદામ, કટુભા(બાદશાહ) એ ધીલાલને આ એવોર્ડ માટે અભિનંદન આપ્યા હતા.
