ગુજરાત એલર્ટ | ધરમપુર
વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર અને ધરમપુરના ગૌરવ પૂ. શ્રી શરદભાઈ વ્યાસ દ્વારા ધરમપુરમાં લોકસાહિત્યની અનોખી સાંસ્કૃતિક મહેફિલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી લોકસાહિત્યના અગ્રણી સર્જક તથા સુપ્રસિદ્ધ કલાકાર શ્રી માયાભાઈ આહીરનું ભવ્ય લોક ડાયરો આગામી રવિવાર, તા. 14 ડિસેમ્બરના રોજ યોજાશે.
આ કાર્યક્રમ રાત્રે 9.30 વાગ્યે, શ્રી વ્યાસ તીર્થ (વ્યાસ કુટિર), નિલકંઠ રોડ, ધરમપુર ખાતે યોજાવાનો છે. સાહિત્ય, લોકગીત અને પરંપરાગત ગુજરાતી લોકસંસ્કૃતિને માણવાનો આ એક વિશિષ્ટ અવસર છે.
કાર્યક્રમને લઈ સાહિત્યપ્રેમીઓ અને લોકસંસ્કૃતિમાં રસ ધરાવતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજક મંડળના જણાવ્યા અનુસાર, લોકગીતોની પરંપરા અને ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતો આ ડાયરો ધરમપુરના સાંસ્કૃતિક કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ઉમેરો બની રહેશે. કાર્યક્રમ જાહેરજનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.
