ગુજરાત એલર્ટ | વલસાડ
ઉલ્હાસ જીમખાના અતુલ આયોજીત (U-16) ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેંન્ટ (વલસાડ જિલ્લા) ની માહિતી આપતા ઉલ્હાસ જીમખાનાના જનરલ સેક્રેટરી શ્રી જે. ડી. પટેલે જણાવ્યું હતું કે આ ટૂર્નામેંન્ટમાં વલસાડ જિલ્લાની 12 ટીમો જેવી કે આર.એમ.વી.એમ. હાઇસ્કૂલ(વલસાડ), વિધ્યાનિકેતન હાઇસ્કૂલ(વાપી),નિલકંઠ એકેડમીગરૂકૂલ હાઇસ્કૂલ(ધરમપુર), ફેલોશીપ હાઇસ્કૂલ(વાપી), ડી.સી.ઓ.હાઇસ્કૂલ(પારડી), કલ્યાણી હાઇસ્કૂલ(અતુલ), એમ.કે.મહેતા હાઇસ્કૂલ(ઉંમરગામ), સ્લોક એ બિરલા હાઇસ્કૂલ(વાપી), એમ.ડી.ડી.આઇ. હાઇસ્કૂલ (ઉંમરગામ), બી.આર.જે.પી. હાઇસ્કૂલ(પારડી), જૈન ઇન્ટરનેશનલ હાઇસ્કૂલ(જુજવા), બી.એ.પી.એસ હાઇસ્કૂલ(અબ્રામાં) તે પૈકી ફાઇનલ મેચ એમ.ડી.ડી આઇ. હાઇસ્કૂલ(ઉંમરગામ) અને કલ્યાણી શાળા(અતુલ) વચ્ચે રમાઇ હતી. તેમાં એમ.ડી.ડી.આઇ.હાઇસ્કૂલ(ઉંમરગામ) ની ટીમ વિજેતા થઇ હતી. કલ્યાણી સ્કૂલના કેપ્ટન આદિત્ય પટેલે પ્રથમ બેટીંગ લેતા નિર્ધારીત 20 ઓવરમાં 89 રન 9 વિકેટ ના ભોગે બનાવ્યા હતા. તેના જવાબમાં એમ.ડી.ડી આઇ. હાઇસ્કૂલ(ઉંમરગામ)નાં કેપ્ટન શ્રી રામ માછીની ટીમે 4 વિકેટ ગુમાવી વિજય હાસલ કર્યો હતો, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફીલ્ડર તરીકેનો ખિતાબ એમ.ડી.ડી આઇ. હાઇસ્કૂલના ખેલાડી શ્રી અનુક્રમે રીધમ સાગર,ચિરાગ શેટ્ટી,આયુષ પટેલને મળ્યો હતો.ઉપવિજેતા તરીકે આવેલ કલ્યાણી હાઇસ્કૂલ(અતુલ) ટીમના ખેલાડી શ્રી ધર્મરાજ પટેલને મેન ઓફ ધ સીરીઝ અને બેસ્ટ બોલર તરીકે ના બન્ને ઇનામો પ્રાપ્ત થયા હતા. (U-16) સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેંન્ટના કમિટી મેમ્બર શ્રી કમલસર, મિનેષ પટેલ, જે ડી પટેલ સાથે ઉપસ્થીત નિલેશ પટેલ, હર્ષદભાઇ પટેલ,સંજય પટેલ, સુભાષભાઇ બન્ને હાઇસ્કૂલના સ્પોર્ટ્સ ટીચર અભિ શર્મા,દર્શન સર,મનોજ ઠાકોર, નિર્ભય મિશ્રા માજી રણજી ટ્રોફી ખેલાડી શ્રી હિતેશ કેપ્ટન, ઉલ્હાસ સેક્રેટરી શ્રી જે ડી પટેલ, કમલ સર નાં શુભ હસ્તે વિજેતા/ઉપવિજેતા ટીમો ને મેડલ, રોકડ પૂરસ્કાર તથા ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.
ટૂર્નામેંન્ટ માં ભાગ લેનાર સ્કૂલોની ટીમોનો ઉદઘાટન તથા ઇનામ વિતરણમાં હાજર રહેનાર મહાનુભવોનો આ ટૂર્નામેંન્ટ માં વધુ યોગદાન આપનાર શ્રી દેવદત્ત દેસાઇ (USA), શ્રી શાહીન ઘારી(UK), શ્રી સુંદરભાઇ પસ્તાગિયા, શ્રી નરેન્દ્ર્ભાઇ ટંડેલ(કોસંબા)નો કમલસરે અંત: કરણ પૂર્વક આભાર માન્યો હતો.
