ધરમપુર ખાતે ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાઉન્ડ બાથ કાર્યક્રમ યોજાયો: મંત્રી મંડળના સભ્યો અને સનદી અધિકારીઓએ સાઉન્ડ બાથનો શાંતિદાયક અને આધ્યાત્મિક અનુભવ માણ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
“સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ તરફ”ની થીમ આધારિત રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિરના બીજા દિવસે ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમના રાજસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓએ સાઉન્ડ બાથનો શાંતિદાયી અને આધ્યાત્મિક અનુભવ માણ્યો હતો.

શ્રીમદ રાજચંદ્ર આશ્રમના પવિત્ર અને શાંત વાતાવરણમાં સાઉન્ડ બાથ લેવાથી સૌનું મન સંપૂર્ણ શાંત અને તણાવમુક્ત બન્યું હતું. સાઉન્ડ બાથથી આંતરિક ઊર્જાના સંતુલનની સાથે સાથે ધ્વનિના તરંગો સાથે ધ્યાન કરવાથી શરીર અને મન બંનેને રિલેક્સેશનનો અવિસ્મરણીય અનુભવ થયો હતો. સમગ્ર સાઉન્ડ બાથ કાર્યક્રમનું આયોજન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું.

સાઉન્ડ બાથ થેરાપી શું છે?

સાઉન્ડ બાથ થેરાપી એક પ્રકારની રિલેક્સેશન અને હીલિંગ ટેકનિક છે, જેમાં ખાસ પ્રકારના સંગીત સાધનોના કંપન (Vibrations) અને ધ્વનિતરંગો (Sound Frequencies) દ્વારા શરીર અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે. આ થેરાપીમાં સામાન્ય રીતે સિંગિંગ બાઉલ, ગોંગ, બેલ્સ, ટ્યુનિંગ ફોર્ક અને ચાઈમ્સ જેવા સાધનોનો ઉપયોગ થાય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!