રાજ્ય સરકારની ૧૨મી ‘ચિંતન શિબિર’માં દ્વિતીય દિનની શરૂઆત યોગાભ્યાસથી: ઉચ્ચ અધિકારીઓએ મનની એકાગ્રતા, શાંતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે એડવાન્સ મેડિટેશન યોગ કર્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકાર દ્વારા ધરમપુર ખાતે યોજાઈ રહેલી ૧૨મી ‘ચિંતન શિબિર-૨૦૨૫’ના દ્વિતીય દિનની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત યોગસત્રથી થઈ હતી. આશ્રમના પરિસરમાં પ્રાત:કાળે યોજાયેલા યોગસત્રમાં ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો અને શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

ખાસ કરીને મનની એકાગ્રતા અને શાંતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે લોકપ્રિય એવા એડવાન્સ મેડિટેશન યોગના વિવિધ આસનો કર્યા હતા.

આશ્રમના યોગ પ્રશિક્ષિકો આત્માર્પિત અપૂર્વજી અને આત્માર્પિત માનસીજીએ યોગાભ્યાસ કરાવ્યો હતો. આ ઉપરાંત, યોગ પ્રશિક્ષકોએ પરંપરાગત અને આધુનિક યોગપદ્ધતિઓના સંયોજન રૂપે લાઠી સાથે યોગ અભ્યાસ કરાવ્યો હતો.

આ અનોખા યોગ અભ્યાસ દ્વારા શરીરની લવચીકતા, સંતુલન અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!