પારડી – નાનાપોંઢા રોડ કપરાડા થઇ નાશીક તરફ જતા રોડ પર ડામર કામગીરી કરવામા આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી પસાર થતા પારડી – નાનાપોંઢા રોડ કપરાડા થઇ નાશીક જતો અગત્યનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. ચોમાસામાં વધુ વરસાદ દરમિયાન આ રસ્તા પર અને કપરાડા તાલુકાના માંડવા ગામમાંથી પસાર થતા રસ્તા પર ખાડા પડ્યા હતા. જેની મરામતની કામગીરીના ભાગ રૂપે, માર્ગ અને મકાન (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) વિભાગ, ભરૂચ દ્વારા ડામર થી ખાડાઓ પૂરવામાં તેમજ ડામર ના પેવરપટ્ટા કરવામાં આવતા રાહદારીઓને ઘણી રાહત થઈ છે. તેમજ જિલ્લાના અન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ માર્ગ અને મકાન (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) વિભાગ, ભરૂચ દ્વારા મરામતની કામગીરી અવીરત પણે ચાલી રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!