ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડ જિલ્લામાં વસંતપંચમી મહોત્સવની પૂર્વ સંધ્યાએ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં યોગ ટ્રેનર કસ્તુરીબેનના યોગ ક્લાસમાં વિદ્યા બુદ્ધિ એવમ કલા ની દેવી માઁ સરસ્વતીનું પૂજન અને વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ યોગ પરિવારના બહેનોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૈદિક યજ્ઞથી સમ્પૂર્ણ વાતાવરણમાં નવી ઊર્જાનો સંચાર થયો હતો. કાર્યક્રમનુ સંપૂર્ણ આયોજન ગુજરાત યોગ બોર્ડના વલસાડ જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડમાં વસંતપંચમીએ વૈદિક યજ્ઞ યોજાયો
