ગુજરાત એલર્ટ | વલસાડ
૭૬માં પ્રજાસત્તાક પર્વની તા. ૨૬મી જાન્યુઆરીના રોજ વલસાડમાં જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના બલીઠા ખાતે શ્રી કે.એચ.દેસાઈ પુરૂષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે થનાર છે. સવારે ૯ કલાકે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. જેની તડામાર તૈયારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના વિવિધ કાર્યક્રમોનું સુવ્યવસ્થિત આયોજન થાય અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે હેતુથી સંબંધિત વિભાગના અધિકારીઓને વિવિધ કામગીરીની સોંપણી પણ કરી દેવામાં આવી છે.
વલસાડમાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ વાપીમાં યોજાશે, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ધ્વજવંદન કરશે
