ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા ધોડીપાડા ગામમાં સ્થિત કોળી પટેલ સમાજ સેવા મંડળના પ્લોટમાં કેરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના શિક્ષક પિંકલ પી. પટેલે ટૂંક સમયમાં આવનારી બોર્ડની પરીક્ષામાં સારા માર્કસે પાસ થવા માટે કેવી રીતે આયોજન કરવુ તેમજ મુખ્ય વક્તા ડૉ. દિપક ડી. ધોબીએ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી આગળ શું ભણ્યા પછી કઇ-કઇ સરકારી તેમજ બિન સરકારી જોબની તકો છે તે માટે પાવર પોઇન્ટ પ્રેશન્ટેશન આપીને વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા માટે સમાજના અન્ય મહાનુભાવો શશીકાંતભાઈ, અરવિંદભાઈ, અરૂણભાઇ, પ્રમોદભાઈ, કૈલાશભાઈ, કેતનભાઈ, વિવેકભાઈ, સંદીપભાઈ, જીનલભાઈ અને જીગીષાબેન દ્વારા સહકાર અને સહયોગ મળ્યો હતો.

Share this post

error: Gujarat Alert Content is protected !!