અત્યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 50 ભક્તો રવાના

ગુજરાત એલર્ટ | વલસાડ
જમ્મુ કાશ્મીરની અત્યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી લક્ઝરી બસ મારફતે 50 શ્રધ્ધાળુઓ મુસ્લિમ સારથી સાથે રવાના થયા છે. બાબા અમરનાથના દર્શન જવા ભક્તોમાં ભારે ઉત્સાહ વર્તાયો છે.

જમ્મુ કાશ્મીરમાં આવેલા બાબા બરફાની એટલે કે બાબા અમરનાથના દર્શન થઈ જાય તો જીવન ધન્ય બની જાય એવું કહેવાય છે. ખૂબ જ કઠિન ગણાતી આ યાત્રા હમણાં જ શરૂ થાય છે. આ યાત્રા માટે અનેક વિધિમાંથી પસાર થવું પડે છે. શનિવારની રાત્રે વલસાડ અબ્રામા સ્થિત એસટી વર્કશોપની સામેથી લક્ઝરી બસ મારફતે ભક્તોને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. બાબા બર્ફાનીના દર્શને જતા શ્રદ્ધાળુઓએ યાત્રાનો પ્રારંભ કરતી વખતે “જય બાબા બર્ફાની” ના નાદથી વાતાવરણ ગજાવી નાખ્યું હતું. આ અવસરે વલસાડના શિવજી મહારાજ દ્વારા સૌને આશીર્વાદ આપી બાબા અમરનાથની યાત્રા હેમખેમ પસાર થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી. છેલ્લા 24 વર્ષથી હિન્દુ શ્રદ્ધાળુઓને બાબા અમરનાથના દર્શને લઈ જતા વલસાડનાં મુસ્લિમ ડ્રાઇવર અફરોઝ શેખે જણાવ્યું હતું કે અંબાજી રાજસ્થાન થઇ અમે જમ્મુ કાશ્મીર પહોંચીશું. અને લગભગ પાંચમી છઠ્ઠી તારીખે અમે બાબા અમરનાથના દર્શન કરીશું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!